Duke Health ખાતે દુભાષિયા સેવાઓ (Interpreter Services)

ગુજરાતી (Gujarati)

તમારી અથવા કુટુંબના કોઈ સભ્યની સ્વાસ્થ્ય સ્થિતિને સમજવા માટે તમારી આરોગ્ય સંભાળ ટીમ સાથે સ્પષ્ટ વાતચીત કરવી મહત્ત્વપૂર્ણ છે. તેના કારણે શ્રેષ્ઠ સંભવ પરિણામ પ્રાપ્ત કરવા માટે તમે અને તમારા ડૉક્ટર સારવાર અંગેના નિર્ણયો લઇ શકો છો. આથી જ Duke Health અંગ્રેજી સિવાયની ભાષામાં વાતચીત કરવાનું પસંદ કરતા તમામ દર્દીઓને બહોળી શ્રેણીની મફત દુભાષિયા સેવાઓ રજૂ કરે છે. અમારા દુભાષિયાઓ સ્વાસ્થ્ય કાળજી વ્યવસ્થામાં કામ કરવા માટે તાલીમબદ્ધ છે અને તબીબી દુભાષિયાઓ માટેના તમામ રાષ્ટ્રીય માનકોનું પાલન કરે છે.

દુભાષિયાની સેવાઓનું આયોજન કરવું

Duke Health ખાતે તમારી અપોઇન્ટમેન્ટનું આયોજન કરતી વખતે, તમે તમારી અપોઇન્ટમેન્ટમાં એક તબીબી દુભાષિયા હાજર રહે તે માટે વિનંતી કરી શકો છો. દુભાષિયા સેવાઓ દિવસના 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ પ્રત્યક્ષ હાજર રહેતાં, કે ફોન, અથવા વિડીયો દુભાષિયાઓ થકી ઉપલબ્ધ છે. જો તમે My Duke Health (Duke MyChart) અકાઉન્ટ ધરાવતા હોવ, તો તમે પોતાના પ્રોફાઇલમાં તમારી પસંદગીની ભાષા અને દુભાષિયા માટેની જરૂરિયાતો સૂચવી શકો છો.

દુભાષિયા સેવાઓના વિકલ્પો

પ્રત્યક્ષ હાજર રહેતાં દુભાષિયાઓ
દર્દીઓ તમામ Duke Health હૉસ્પિટલ અને ક્લિનિક ખાતે પ્રત્યક્ષ હાજર રહેતાં દુભાષિયાઓ માટે વિનંતી કરવાનો અધિકાર ધરાવે છે. Duke Health તમારી વિનંતીઓ પૂરી કરવા તમામ વાજબી પ્રયાસ કરશે. જો પ્રત્યક્ષ હાજર રહી શકે તેવા કોઈ દુભાષિયા ઉપલબ્ધ ન હોય, તો અમે વિડીયો અથવા ફોન સેવાઓ થકી એક પાત્રતા ધરાવતા તબીબી દુભાષિયા સાથે તમને જોડીશું. જો તમને પ્રત્યક્ષ હાજર રહી શકે તેવા દુભાષિયાની જરુર હોય, તો કૃપા કરીને દાખલ થતી વખતે અથવા જ્યાં પણ શક્ય હોય ત્યાં અગાઉથી અમારા કર્મચારીઓને જાણ કરશો.

ફોન સેવાઓ
તબીબી દુભાષિયાઓ 150 કરતાં વધુ ભાષાઓમાં, દિવસના 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ, તમને સ્વાસ્થ્ય કાળજી મુલાકાત અંગે સહાય કરવા માટે ફોન પર ઉપલબ્ધ છે. જો તમારા My Duke Health પ્રોફાઇલમાં તમારી પસંદગીની ભાષા પહેલેથી સૂચવેલી ન હોય, તો કૃપા કરીને તમારી અપોઇન્ટમેન્ટનું આયોજન કરતા હોવ ત્યારે અથવા પહોંચ્યા બાદ શક્ય તેટલી જલ્દીથી કર્મચારીઓને તમારી ભાષા જરૂરિયાતો અંગે સતર્ક કરવાનું સુનિશ્ચિત કરશો.

વિડીયો-આધારિત સેવાઓ
તમામ Duke Health સ્થળો ખાતે, તબીબી દુભાષિયાઓ દિવસના 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ, American Sign Language (અમેરિકન સાંકેતિક ભાષા) (ASL) સહિતની 40 થી વધુ ભાષાઓમાં વિડીયો થકી ઉપલબ્ધ છે. જો તમારા My Duke Health પ્રોફાઇલમાં તમારી પસંદગીની ભાષા પહેલેથી સૂચવેલી ન હોય, તો કૃપા કરીને તમારી અપોઇન્ટમેન્ટનું આયોજન કરતા હોવ ત્યારે અથવા પહોંચ્યા બાદ શક્ય તેટલી જલ્દીથી કર્મચારીઓને તમારી ભાષા જરૂરિયાતો અંગે સતર્ક કરવાનું સુનિશ્ચિત કરશો.

અમેરિકન સાંકેતિક ભાષા (ASL)
જ્યારે તમે કોઈપણ Duke Health સ્થળે તમારી અપોઇન્ટમેન્ટ નોંધાવો ત્યારે તમારે માટે આયોજન કરનાર એક પ્રત્યક્ષ હાજર રહી શકે તેવા ASL દુભાષિયાની વ્યવસ્થા કરી શકે છે. જો પ્રત્યક્ષ હાજર રહી શકે તેવા દુભાષિયા ઉપલબ્ધ ન હોય તો, Duke Health વિડીયો આધારિત ASL દુભાષિયા સેવાઓ પૂરી પાડી શકે છે.

ટેલિહેલ્થ
ટેલિહેલ્થ (વર્ચ્યુઅલ) અપોઇન્ટમેન્ટ માટે, ભાષા સેવાઓ એક મંજૂરીપ્રાપ્ત ટેલિહેલ્થ મંચ થકી પૂરી પાડવામાં આવે છે. તમારા સત્રમાં તમે, તમારા ડૉક્ટર અને દુભાષિયો સામેલ હશો. જ્યારે તેમ અપોઇન્ટમેન્ટ નોંધાવો ત્યારે તમારા આયોજન કરનાર દ્વારા તમામ ટેલિહેલ્થ દુભાષિયા સેવાઓ ગોઠવી શકાય છે.

હૉસ્પિટલના દર્દીઓની તપાસ

જો તમે કોઈ Duke Health હૉસ્પિટલમાં માં પરિવારના સભ્ય અથવા પ્રિયજનની સ્થિતિની દેખરેખ રાખી રહ્યા હોવ પરંતુ અંગ્રેજી તમારી પસંદગીની ભાષા ન હોય, તો અમે મદદ કરી શકીએ છીએ. વધુ માહિતી માટે નીચે આપેલા યોગ્ય નંબર પર કોલ કરો.

  • Duke University Hospital: 919-681-3007
  • Duke Raleigh Hospital, a Campus of Duke University Hospital: 919-954-3126 (દર્દીઓ માટે માહિતી ડેસ્ક)
  • Duke Regional Hospital: 919-470-4000
  • Duke Health Operator: 919-684-8111

લેખિત અનુવાદ

તમે લેખિત સ્વાસ્થ્ય માહિતીને સંપૂર્ણ રીતે સમજો તે સુનિશ્ચિત કરવા માટે, અમે પ્રિન્ટ સામગ્રીનો અનુવાદ ઑફર કરીએ છીએ જેમાં Duke Health સંમતિપત્રો, ડિસ્ચાર્જની સૂચનાઓ, શૈક્ષણિક સામગ્રી અને Duke Healthના અન્ય તબીબી દસ્તાવેજોનો સમાવેશ થાય છે. નર્સ, ડૉક્ટર્સ, અને અન્ય સ્વાસ્થ્ય કાળજી પ્રદાતાઓ તમારા વતી Duke Health પ્રિન્ટ કરેલી સામગ્રીઓના ભાષાંતર માટે વિનંતીઓ સુપ્રત કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય દર્દી સેવાઓ

જો તમે બીજા દેશમાંથી Dukeની મુસાફરી કરી રહ્યા હોવ તો,  આંતરરાષ્ટ્રીય દર્દી સેવાઓ તમને દુભાષિયા સેવાઓ, એપોઇન્ટમેન્ટ ગોઠવવા, પરિવહન અને રહેવાની વ્યવસ્થા, અને ઘણું બધું કરવામાં મદદ કરી શકે છે.